તમે મરમે ભર્યા છો માવજી, મરમાળાજી.૬/૮

તમે મરમે ભર્યા છો માવજી, મરમાળાજી.

તમે મલ્યા હરિ કરી ભાવજી. મ. ૧

ઘણું ભ્રકુટિ ભાલ મરમે ભર્યા. મ.

તેણે વશ્ય વાલ્યમ અમને કર્યા. મ. ર

તારી આંખડી અતિ મરમે ભરી. મ.

નાંખી ચોટ લોટ પોટ લૈ કરી. મ. ૩

ઘણે મરમ ભર્યે મુખ જોઇને. મ.

મારું મન ચિત રયું મોઇને. મ. ૪

તારી મરમે ભરી વાલા વાતડી. મ.

મારા જીવ તણી છે ઘાતડી. મ. પ

તમે મરમે ભયા કરો લટકો. મ.

તમે મરમે કરો ચાલ્ય ચટકો. મ. ૬

તમે નખ શિખ નાથ ભર્યા મરમે. મ.

સામું જોઇ ન બોલું હું શરમે. મ. ૭

તારા અંગો અંગમાં અતિ મર્મ ઘણા. મ.

સ્વામી નિષ્કુળાનંદના નથી મણા. ૮

મૂળ પદ

હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્‍વરૂપને.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી