મારે કોડ ઘણો છે કાનજી. કોડીલાજી૭/૮

મારે કોડ ઘણો છે કાનજી. કોડીલાજી.

મારે તેને મળવા તાનજી. કો. ૧

મારાં નયણાં તરસે નિરખવા... કો.

જોઇ મોઇ હયામાં હરખવા. કો. ર

મારા મનમાં મનોરથ થાયે ઘણો. કો.

કરે મનસુબો મળવા તણો. કો. ૩

મારું અંગ ભર્યું અતિ ઉછરંગે. કો.

અલબેલાજી મળવા અંગે. કો. ૪

મારા ચિતમાં ચિતવણી થાય છે. કો.

તેતો ચરણ તમારાં ચાયેછે. કો. પ

આવો ભુધર ભેટીયે ભાવશું. કો.

અલબેલા આજ ઉછાવસું. ૬

આવો પુરો અમારી આશજી. કો.

હું તો છઉં તમારી દાસજી. કો. ૭

તમે નિષ્કુળાનંદના શામ છો.કો.

અમારા આતમ રામ છો. કો. ૮

મૂળ પદ

હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્‍વરૂપને.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી