તમે દયા કરી અમ ઉપર્યે, દયાળુજી૮/૮

તમે દયા કરી અમ ઉપર્યે, દયાળુજી.

અલબેલા આવ્યા અમ ઘર્યે. દ.૧

અતિ પ્રસન વદન પ્રેમે ભર્યું. દ.

દેખી દિન દયાળ દલડું ઠર્યું. દ. ર

ઘણું હેત પ્રીત હૈયે ઘરિ. દ.

આવી આંગણિયે ઉભા હરિ. દ. ૩

આજ લાજ તજું લઇ લોકની. દ.

મર થાયે ફજેતી ફોકની. દ. ૪

મેલી મરજાદા મળું માવજી. દ.

વણ ભેટે ન જણાય ભાવજી. દ. પ

લઉં આલિંગન અંગે જ્યારે. દ.

મારા તન મન તાપ ટળે ત્યારે. દ. ૬

આજ અઢળ ઢળ્યા અમ ઉપર્યે. દ.

થાઉં ગુણ ઓશિગણ કેણી પેર્યે. દ. ૭

આજ ઓઘ વળ્યા છે આનંદના. દ.

મળ્યા નાથ નિષ્કુળાનંદના. દ. ૮

મૂળ પદ

હું મોઇ તમારા રૂપને, રૂપાળાજી. સુંદરવર શ્યામ સ્‍વરૂપને.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી