જીવન જોવારે હોંસ થઇ મુને હૈડે૨/૮

જીવન જોવારે હોંસ થઇ મુને હૈડે,
મોહન મળવા રે માટ ભર્યા મેં મૈડે.
ચટકે ચાલી રે વૃંદાવનની વાટે.
હૈડું હીંસે રે મોહન મળવા માટે.
આડી આંખે રે જાઉં વનમાં જોતી,
અંતર ઇછે રે ગિરધર લઉં ગોતી.
એમ આઘેરી રે વિચરી હું વનમાં,
થાયે મનોરથ રે મોટો મારા મનમાં.
એમ કરતાં રે આવ્યો એ એકિલો,
રંગનો ભીનોરે રૂડો રાજ રસિલો.
મૈડા માગે રે રોકી મુને રાજે,
પાલવ સાયો રે કાંયેક બીજે કાજે.
કો કેમ કરું રે અબળા હું અકીલી,
અળગા રોને રે મોહન મારગ મેલી.
અમે છૈયે રે ગોકુલીયાની ગોપી,
નિષ્કુળાનંદના રે નાથ લજા કેમ લોપી. ૮ 

મૂળ પદ

સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી