મદ છે તારે રે જોઇ વિચારી બોલે, ૫/૮

મદ છે તારે રે જોઇ વિચારી બોલે, તે ઉતરશે રે ભોળા તું મ ભુલે. ૧

છાંની છાંની રે વાટ પાડો છો વાલા, ખરી ખબર્યરે નથી કેને નંદલાલા. ર

જોર તમારું રે સરવે જાણ્યું અમે, અરધી રાત્યે રે કો કેમ ભાગ્યા તમે.૩

બીકે નાસી રે બીજો બાપ જ કીધો, જુઓ વિચારી રે જનમ કિયાં લીધો. ૪

વસુદેવનારે દેવકી ઉદર આવ્યા, નંદ જસોદાયે રે તમને લાડ લડાવ્યા.પ

મોટા થયાં રે મઇ મારાં ખાવા, સરવે જાણું રે શું કેવરાવો માવા. ૬

બાધી મુઠી રે રાખીયે તો રૂડી, શાને માટે રે કૈયે વાતજ કુડી. ૭

હમણાં કાવ્યારે કુંવર જસોદા નંદના, સમજી રૈયે રે નાથ નિષ્કુળાનંદના. ૮

મૂળ પદ

સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી