નટવર નાના રે હું મોટી મૈયારી, ૭/૮

નટવર નાના રે હું મોટી મૈયારી,

કો કેમ થોશે રે મનમાં વાત વિચારી.૧

મનડું માન્યું રે ચિત્તડામાં એ ચોંટ્યો,

કયારે થાશે રે મોહનજી વર મોટો. ર

વળતો વનમાં રે મોટો મંડપ દીઠો,

જોયા જેવો રે મન ગમતો છે મીઠો. ૩

સુંદર મણિયે રે સજયો છે શોભાળો,

સેજે સુતો રે દીઠો રાજ રુપાળો. ૪

બાલક બદલી રે મોટા દીઠા માવો,

હસી બોલાવી રે રાધા ઓરાં આવો. પ

પ્રીત પુરવની રે સંભાળો સાહેલી,

રાધા રમીયે રે લજા મનની મેલી. ૬

બ્રહ્મા આવ્યા રે જોડ એવી જોઇ,

પ્રેમે પરણ્યાંરે રાધે માધુ દોયે. ૭

દેવ મળીને રે વળતી કીધી વંદના,

અવિચળ રેજો રે નાથ નિષ્કુળાનંદના. ૮

મૂળ પદ

સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી