ધનય ધન્ય રાધે રે માધવ સંગે મળી૮/૮

ધનય ધન્ય રાધે રે માધવ સંગે મળી, રૂડી રમવા રે સેજ સમારી વળી.

ચુવા ચંદને રે અગર લેપન અરચિ, રંગે રમવા રે રૂડી રીતે રચિ.ર

સજ થઇ છે રે સરખા સરખી જોડી, મદે મળવા રે અંગે આળસ મોડી. ૩

નયણે નયણા રે મુખે મુખ જ મેળું, હૈડે હૈડું રે ભેટી કીધું ભેળું. ૪

ઉરે ઉર જ રે નાભિ નાભિ સાથે, દાવે દાવ જ રે મેલ્યો નટવર નાથે. પ

ક્રીડા કરતાં રે ઓછપ ન રાખી અંગે, પતિ રતિનો રે જાણું રાચ્યો રંગે. ૬

કોક કલામાં રે પ્રવેણ છે પિયારો, રંગે રમી રે નાથ થયો છે ન્યારો. ૭

વળતો વળીયો રે ઓઘ ઘણું આનંદનો, મુને મળીયા રે નાથ નિષ્કુળાનંદનો. ૮

મૂળ પદ

સાંભળ સજનીરે લાલ તણી કહું લીલા

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી