સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્યો છે૧/૮

તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી, એ ઢાળ.

સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્યો છે.

આજ રંગે વિયાણિ રજનીરે. રં. ૧

રંગભીનો રમીયા રંગેરે. રં. અતિ આનંદ આપ્યું અંગેરે. ર

અલબેલો ઉર પર રમીયારે. રં. મુને ગિરધર ઘણું ગમીયારે, રં. ૩

હરિ હેત કરી પધાર્યારે, રં. આજ નવલા નેહ વધાર્યારે. રં. ૪

આ આનંદ દેવા આવ્યારે. રં. મુને ભધર ઘણું ભાવ્યારે. રં. પ

આજ સરવે કારજ સિધુંરે. રં. મારા મનનું ગમતું કીધું રે. રં. ૬

હું તો ભાવ કરીને ભેટીરે. રં. મારા મનની કાસલ મેટી. રં. ૭

હું તો પૂરણ પૂન્યે પામીરે. રં. નિષ્કુળાનંદનો સ્વામીરે. રં. ૮

મૂળ પદ

સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્‍યો છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી