સખી શામળીયો સુખકારીરે, રંગને રંગીલે.૨/૮

સખી શામળીયો સુખકારીરે, રંગને રંગીલે.

એની વાલપ્ય ઉપર વારીરે. રં. ૧

હરિયે હેત દેખાડયું હૈયેરે. રં. કાંઇ ક્રિપા નાવે કૈયેરે. રં. ર

અલબેલો અંગો અંગેરે. રં.મુને રસબસ કીધી રંગેરે. રં. ૩

મારા તનનો તાપજ ટાળ્યોરે. રં. મારો વાલે વાનજ વાળ્યોરે. રં. ૪

મુને શામળિયે સુખ આપ્યુંરે. રં. મારા દલનું દુઃખન કાપ્યુંરે. રં. પ

મુને પૂરણ રસ પાયોરે. રં. મારા તનમાં તે જણાયોરે. રં. ૬

મારે હૈડે હોંસજ પોતિરે, રં. કરી સયરમાં સમોતિરે. રં. ૭

મુને હેતે ઝાલી હાથેરે. રં. નિષ્કુળાનંદને નાથેરે. રં. ૮

મૂળ પદ

સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્‍યો છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી