સખી નટવર કુંવર નાગરરે, મનમાન્યોછે.૩/૮

સખી નટવર કુંવર નાગરરે, મનમાન્યોછે.

સખી સુખ તણોછે સાગરરે. મ. ૧

સખી હરિવર છે હોંસિલોરે. મ. સખી રુડો રાજ રસિલોરે. મ. ર

સખી વૃંદાવનનો વાસીરે. મ. ઇતો પ્રેમ તણો છે પ્યાસીરે. મ. ૩

અલબેલો છેલછબીલોરે. મ. ખાંતીલો ખાંતે ખેલ્યોરે. મ. ૪

મારા અંતરને અવિલોકીરે. મ. મને મગન કરીને મુકીરે. મ. પ

મુને લાલનની છે લાલીરે. મ. કરી મોહને મતવાલીરે. મ. ૬

મુને લાડીલે લડાવીરે. મ. અલબેલો મળીયા આવીરે. મ. ૭

બળવંતે બીડી બાથેરે. મ. નિષ્કુળાનંદને નાથેરે. મ. ૮

મૂળ પદ

સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્‍યો છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી