અલબેલો આનંદકારીરે, દલ ભાવ્યો છે.૪/૮

અલબેલો આનંદકારીરે, દલ ભાવ્યો છે.
મુને વાલે નવ્ય વિસારીરે.                                                       દ. ૧
મને હરિવર મળીયા હેતેરે. દ. કાંઇ પુરવ જનમની પ્રિતેરે.      દ. ર
અલબેલો અંકે આવ્યારે. દ. મુને ભુધર ઘણું ભાવ્યારે.             દ. ૩
આલિંગન એસું લીધુંરે. દ. મારું તનડું ટાઢું કીધું રે.                 દ. ૪
મારા વ્રેહની વ્રથા ટાળીરે. દ. મને અંતર શાંતિ વાળીરે.          દ. પ
મને આપ્યું સુખ અલોકિરે. દ. તેને લેશ ન જાણે લોકિરે.         દ. ૬
નથી કાન કુંવરમાં કેવારે. દ. જાણે શિવ સનકાદિક જેવારે.      દ. ૭
અલબેલો અંતરજામીરે. દ. નિષ્કુળાનંદનો સ્વામીરે.               દ. ૮
 

મૂળ પદ

સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્‍યો છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી