સખી લાલન વરને લટકેરે, ચિત ચોર્યું છે૫/૮

સખી લાલન વરને લટકેરે, ચિત ચોર્યું છે,

એને દખી મનડું અટકેરે. ચિ. ૧

સખી નૌતમ વર નંદલાલોરે. ચિ. મુને વાલમ લાગે વાલોરે. ચિ.ર

હું તો મોહન મુખપર મોઇરે. ચિ. હું તો જીવન રઇ જોઇરે. ચિ. ૩

મારાં લોચનીયાં લોભાણાંરે. ચિ. મારા પ્રાણ ત્યાં પ્રોવાણારે. ચિ. ૪

મારે ચિતડેઆવી ચોંટ્યોરે. ચિ. નંદકુંવર નાને મોટોરે. ચિ. પ

એની શોભા સહી વખાણુંરે. ચિ. મારા મનની મનમાં જાણુંરે. ચિ.૬

મેં નથી કેવાતું મુખથીરે. ચિ. જે સુખળી થઇછું સુખથીરે. ચિ. ૭

કરી મતવાલી મતવાલેરે. ચિ. નિષ્કુળાનંદને વાલેરે. ચિ. ૮

મૂળ પદ

સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્‍યો છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી