સખી મોહનજીને મળતાંરે, રંગ લાગ્યોછે૬/૮

સખી મોહનજીને મળતાંરે, રંગ લાગ્યોછે,

મૈ માટ મુકયાં મેં ટળતાંરે, રંગ લાગ્છો છે,

મે લોક લજાને લોપીરે. રંગ. થઇ ગીરધર વરની ગોપીરે. રંગ. ર

મેં કુળ મરજાદા મેલીરે. રંગ. હું તો ખાંતીલાસું ખેલીરે. રંગ. ૩

મેં લાલનનું સુખ લીધુંરે. રંગ. જે ક્યું તે મેં કીધું રે. રંગ. ૪

હું તો રસિયાને રંગ રાચીરે. રંગ. મારે થઇ સાગાઇ સાચીરે. રંગ. પ

મારા મનની કાસલ ટાળીરે. રંગ.મેં તો નિગઠય ગાંઠયજ વાળીરે. રંગ. ૬

તેતો છુટે નહિ જો છોડીરે. રંગ. મેં પ્રીત પીયુસું જોડીરે. રંગ. ૭

મારો વર નઉતમ નંદલાલોરે. રંગ. નિષ્કુળાનંદનો વાલોરે. રંગ. ૮

મૂળ પદ

સુણ વાત કહું એક સજનીરે, રંગડો રેલ્‍યો છે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી