તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી.૧/૮

મુને કાંય કાંય કાંમણ કીધું રે. એ ઢાળ.

તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી.

તમે રસિયા વાઇ રૂપાળીરે. મોરલીવાળા મોહનજી. ૧

હું તો સુંણતાં શુદ્ધ બુદ્ધ ભુલીરે. મો. થઇ વ્યાકુળ દરદે ડોલીરે. મો.ર

મારૂં મન ચિત ચોરી લીધુંરે. મો. મુને કાંઇક કામણ કીધું રે. મો. ૩

વણ દીઠે દલડું દાઝેરે. મો. હું તો મોઇ છઉં મુખને કાજેરે. મો. ૪

મુને લોક લાજથી ટાળીરે. મો. મુને વશ્ય કીધી વનમાળીરે. મો. પ

મુને ઘરનાં કામ ન ગમેરે. મો. મારૂં તન મન લીધું તમેરે. મો. ૬

મારૂં ચિત તમ ચરણે ચોટુંરે. મો. મુને મેણું તમારૂં મોટુંરે. મો. ૭

નિષ્કુળાનંદના સ્વામીરે. મો. દ્યો દરશન અંતરજામીરે. મો. ૮

મૂળ પદ

તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી