આ કામળી કયાંથી લાવ્યારે, કાંમળીવાળા કાનુડા ૨/૮

 આ કામળી કયાંથી લાવ્યારે. કાંમળીવાળા કાનુડા.

જે ઓઢી અમ ઘેર આવ્યારે. કાંમળીવાળા કાનુડા.                              ૧
મોર પિછ ધર્યા છે માથેરે. કાં. શોભે શીંગડી સુંદર હાથરે.                    કાં. ર
અંગ રંગ્યું છે રૂપાળુંરે. કાં. સારૂં શોભે છે શોભાળુંરે.                             કાં. ૩
ઘાલી ગલે ગુંજાનિ માળારે. કાં. તેણે દિસો છો રૂપાળારે.                     કાં. ૪
શિર નોંઝણાં નેતરાં વિંટ્યારે. કાં. કોઇ મનના સંશે મટયારે.                કાં.પ
તારી નખ શિખ શોભા ન્યાળિરે. કાં.મારી વટકી ગા વનમાળીરે.          કાં. ૬
હું તો અધવચ દોતાં ઉઠીરે. કાં. મારી દુધની દોણી ફૂટીરે.                   કાં. ૭
હું વેશ જોઇ વિસમે પામીરે. કાં. નિષ્કુળાનંદનો સ્વામીરે.                     કાં. ૮
 

મૂળ પદ

તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી