નિત્ય ઉઠીને નાનડીયારે. કેડ ન લૈયે કાનુડા.૪/૮

નિત્ય ઉઠીને નાનડીયારે. કેડ ન લૈયે કાનુડા.

આવા કેડે કેમ જ પડીયારે. કેડ ન લૈયે કાનુડા.૧

શું બળ દેખાડો બળીયારે. કેડ. હવે નહીં સાંખું શામળીયારે. કેડ. ર

તમે માત પિતાને મોંઘારે. કેડ. આવા શિદ થયા છો સોંઘારે. કેડ. ૩

પરાણે પ્રીત ન થાયેરે. કેડ. મન માને વાત મનાયેરે. કેડ. ૪

તમે લાલચમાં લલચાવોરે. કેડ. તમે ભોળવીને ભરમાવોરે. કેડ. પ

તમે મુખથી બોલો મીઠુંરે. કેડ. એ ડહાપણ સર્વે દીઠુંરે. કેડ. ૬

જો તમશું સગપણ કરીયેરે. કેડ. તો તમ જેવા થઇ ફરીયેરે. કેડ. ૭

નથી તમ જેવી નકામીરે. કેડ. નિષ્કુળાનંદના સ્વામીરે. કેડ. ૮

મૂળ પદ

તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી