તારા લટકાંમાં લોભાણીરે. લટકાંવાળા લાડીલા.૫/૮

તારા લટકાંમાં લોભાણીરે. લટકાંવાળા લાડીલા.

હું તો ભોળપણે ભોળવાણીરે.લટકાંવાળા લાડીલા.૧

અમે આવું ન જાણ્યું આગ્યેરે. લટ. આ કયાંથી ભેટું ભાગ્યેરે. લટ. ર

મેં અરધો આદર દીધોરે. લટ. તમે પુરો કરીને લીધોરે. લટ. ૩

મેં જાણ્યે અજાણ્યે જોયુંરે. લટ. જોતાંમાં મનડું મોયુંરે. લટ. ૪

હું તો બોલતાં શું બોલીરે. લટ. કર્યું કામણ કારજય ભૂલીરે. લટ. પ

મેં લેતાં લીધી તાલીરે. લટ. મુને વસ્ય કીધી વનમમાળીરે. લટ. ૬

મેં પ્રીત તમારી પરખીને. લટ. મુને તમે કરી તમ સરખીરે. લટ. ૭

મુને નિર્લજ કરી નંદલાલરે. લટ. નિષ્કુળાનંદના વાલારે. લટ. ૮

મૂળ પદ

તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી