આવ્યા આવ્યા દાદાને પરણાવા નાથ રે લાવ્યા લાવ્યા સંતોનો સમુદાય સાથ રે ૧/૧

 

આવ્યા આવ્યા દાદાને પરણાવા નાથ રે, 
લાવ્યા લાવ્યા સંતોનો સમુદાય સાથ રે ...
હાંક્યો હાંક્યો દાદાનો રથ સુખધામે રે, 
કર્યુ લૌકિકમાં અલૌકિક શ્યામે રે...
મુક્તનો વિવા ગાશે સંત સમાજ રે, 
એનું કારણ એમાં જોડાણા મહારાજ રે...
જેમાં મારા શ્યામનો સંબંધ થાય રે, 
વસ્તુ તે તો નિર્ગુણ સર્વે કહેવાય રે...
જ્ઞાન કહે સહુને હરખ નવ માંય રે, 
પરણાવે શ્રીજીને પરણે ઉત્તમરાય રે...

મૂળ પદ

આવ્યા આવ્યા દાદાને પરણાવા નાથ રે

મળતા રાગ

પીઠી ચોળો પીઠી રે પિતરાણી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0