કોઇ પુરવ જનમને પુન્યેરે. શામ સલૂણા શામળીયા.૭/૮

કોઇ પુરવ જનમને પુન્યેરે. શામ સલૂણા શામળીયા.
મોહનજી મળીયા મનેરે. શામ સલૂણા શામળીયા. શામ. ૧
મારૂં સર્વે કારજ સાર્યું રે શામ. મને મળિયું મનનું ધાર્યુંરે.  શ।મ. ર
મને આનંદ આપ્યું અંગેરે. શામ.હું તો સુખણી થઇ તમ સંગેરે.  શામ. ૩
મને હોંસ હૈયામાં હતીરે. શામ. તે સર્વે પૂરણ પોતીરે.  શામ. ૪
મારી ભવની ભાવઠ્ય ભાંગીરે. શામ.મારી તાલી તમસું લાગીરે.  શામ. પ
મને સર્વે સુખ જ આપ્યુંરે. શામ. મારૂં દુઃખડું દુર્જય કાપ્યુંરે.  શામ. ૬
મારા મનના માન્યા મળીયારે. શામ.તેણે તનના તાપ જ ટળીયારે.  શામ. ૭
હું પૂરણ પુન્યે પામીરે. શામ. નિષ્કુળાનંદના સ્વામીરે.  શામ. ૮

મૂળ પદ

તારી મોરલી છે મરમાળીરે. મોરલીવાળા મોહનજી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી