શ્યામળિયો સનેહનો બાંધ્યો, આવે છે અલબેલો રે ૨/૮

શ્યામળિયો સનેહનો બાંધ્યો, આવે છે અલબેલો રે		...૧
રંગમાં રાતો ને વાંસળી વાતો, છોગાળો છેલછબીલો રે	...૨
અતિ પ્રસન્ન વદન વા’લાનું, અળવે ભર્યો અળવીલો રે	...૩
દરશન દેવા ને કાંઈક કહેવા, રસબસ કરવા રસિલો રે	...૪
નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો, આવે વ્હાલપશું વહેલો રે	...૫
 

મૂળ પદ

લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી