છબીલાની છબી રે જોઈને, મોહી રહ્યું મન મારું રે ૩/૮

છબીલાની છબી રે જોઈને, મોહી રહ્યું મન મારું રે		...૧
નેણાં વિશાળ ને વાણી રસાળ, તે પર તન મન વારું રે	...૨
વાલાનું વદન સુખનું સદન, શોભે છે સુંદર સારું રે		...૩
જીવન જોઈ હું મનમાં મોહી, મીટે મટકું ન મારું રે		...૪
નિષ્કુળાનંદના નાથને નીરખી, અંતરમાંહી ઉતારું રે		...૫
 

મૂળ પદ

લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી