તમે લટકાળા છો લાલ, સુંદર શામળા રે, .૧/૮

સહજાનંદજીરે તમારે ચરણે શિશ ધરાવું. ઢાળ.
તમને નિરખી થઇ નિહાલ. સુંદર.૧
તમે મન માન્યા મોહન. સું. તમને જોઇ મોયું મન. સું. ર
તમે નટવર સુંદર નાના. સું. તમે કાવો કુંવર કાના. સું. ૩
મારે મંદિર આવો માવા. સું. આપું માખણ રોટી ખાવા. સું. ૪
સારા શણગાર પેરાવું. સું. ચાલો તિયાં ફૂલ વેરાવું. સું. પ
તમે લટકાળા છો લાલ, સુંદર શામળારે,
મારૂં આંગણીયું ઉજાળો. સું. મારૂં પાપ તમે પરજાળો. સું. ૬
જોતાં જીવન મોહન મુખ. સું. જાયે જનમ જનમનાં દુઃખ. સું. ૭
તમે નાથ નિષ્કુળાનંદના. સું. તમે આવ્યે દિન આનંદના. સું. ૮

મૂળ પદ

તમે લટકાળા છો લાલ, સુંદર શામળારે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી