નટવર નાથજીરે, અમે ગોકુળની મૈયારી.૫/૮

નટવર નાથજીરે, અમે ગોકુળની મૈયારી.
અમે હજી છઉં કુંવારી. નટવર નાથજીરે. ૧
અમે જલ જમુનાનાં ભરીયે. ન. અમે તમને દેખી ડરીયે. ન. ર
આળ કરશોમાં અમારી. ન. એ શી ટેવ તમારી. ન.૩
છેટે રેજો હો છબીલા. ન. અમથી અળગા રો અલબેલા. ન. ૪
અમે છૈયે મોટાના છોરૂં. ન. તમને તન ગમ્યું છે ગોરૂં. ન. પ
અમે નાનેકડા છૌ બાલ. ન. અમને ટુંકારે છે ગાલ. ન. ૬
અમે નહીં આવું એકાંતે. ન. અમને આળ ચડે એ વાતે. ન. ૭
તમે નાથ નિષ્કુળાનંદના. ન. તમે માતા ઘણું મદના. ન. ૮

મૂળ પદ

તમે લટકાળા છો લાલ, સુંદર શામળા રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી