મદની માતી તું ભૈયારી, ભોળી ભામનીરે.૬/૮

મદની માતી તું ભૈયારી, ભોળી ભામનીરે.
બોલે બાળી બોલ વિચારી ભો.૧
નથી નાનકડી તું નારી. ભો. રેજે ધિંગો ધણી ધારી. ભો.ર
અમથી છેટે રે છોકરડી. ભો. કેમ આવે છે ચડી ચડી. ભો. ૩
કેમ તું વણ બોલે બોલાવછ. ભો. મારૂં ભજન કેમ ભુલાવછ. ભો. ૪
અમે ભોળા બ્રહ્મચારી. ભો. તુંને આશા છે અમારી. ભો. પ
અમે પડછાયો ન પાડું. ભો. એતો આમે હેત દેખાડું. ભો. ૬
એમાં અમને લંછન લાગે. ભો. બ્રહ્મચારપણું પણ ભાગે. ભો. ૭
અમે નાથ નિષ્કુળાનંદના. ભો. અમને વિશ્વ કરે છે વંદના. ભો. ૮

મૂળ પદ

તમે લટકાળા છો લાલ, સુંદર શામળા રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી