એવું બોલેમાં અણદિઠું ઘેલી ગુજરીરે.૮/૮

એવું બોલેમાં અણદિઠું ઘેલી ગુજરીરે.
જેણે જુવે જગમાં હેઠું. ઘેલી ગુજરીરે.
ખબર વિના બોલે છે ખોટું. ઘે. એવી વાતે મેણું મોટું.  ઘે. ર
અમે નાના રાધા મોટી. ઘે. એવી આલ્ય ન દૈયે ખોટી.  ઘે. ૩
વાટે ઘાટે જે લોભાડું. ઘે. થાકી જાણીને થોભાડું.  ઘે. ૪
નથી મનડું મારૂં મેલું. ઘે. એવું બોલીયે નહીં ઘેલું.  ઘે. પ
અણદિઠે આળ મ આલીશ. ઘે. તું તો ઘર ઘણાનું ઘાલીશ. ઘે. ૬
અમે મંડળી માંયે મોટા. ઘે. એવા દોષ ન દૈયે ખોટા.  ઘે. ૭
અમે નાથ નિષ્કુળાનંદના. ઘે. તુંમાં પેચ ઘણા છે ફંદના.  ઘે. ૮

 

મૂળ પદ

તમે લટકાળા છો લાલ, સુંદર શામળા રે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી