વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો, ૧/૮

જમુનાંમે ઝીલેરે સુંદર શામળોરે. એ ઢાળ.

વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો,

સુણતાં ભુલી હું શુદ્ધ શરીરની જો, પરવશ થયો મારો પ્રાણ જો. વન.૧

અચાનક ઉઠી હું ઉતાવળી જો, કરું મારી સયરુંને સાદ જો,

સુણો હો સાહેલી વાજે વાંસળી જો, નટવર કરે નૌતમ નાદ જો. વ. ર

શણગાર સજો સખી શોભતા જો, ઓપિતાં પેરોને અલંકાર જો,

વાલોજી તેડાવે સખી વનમાં જો, વિનતા મ કરો ઘણી વાર જો. વ. ૩

વેલા વેલા ચાલો વન વાટમાં જો, કરશોમાં કંથને કાંઇ જાણ જો,

રોકીને રાખશે ઘાલી ઘરમાં જો, પીયુને વિયોગે જાયે પ્રાણ જો. વ. ૪

કારજ્ય કરતાં ઘણું ઘરનાં જો, વઇ ગયા વિત્યા કેતાં દન જો,

આજ કાજ મેલોને ઉજડતાં જો, જઇ સઇ વરીયે જીવન જો. વ.પ

અવસર આવ્યો લીયો ઓળખી જો, વિનતા મ કરો ઘણી વાર જો,

નિષ્કુળાનંદનો સ્વામી રીઝવા જો, શોભિતા સજોને શણગાર જો. વ. ૬

મૂળ પદ

વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

કીર્તનપ્રિય (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
1
0