પ્રીતની રીતને જુઇ જાણજોજો, જેનાં બાંધ્યાં પિઉ સાથે પ્રાણજો.૨/૮

પ્રીતની રીતને જુઇ જાણજોજો, જેનાં બાંધ્યાં પિઉ સાથે પ્રાણજો.

શુદ્ધ બુદ્ધ ભૂલે તે શરીરનીજો, ઓળખાયે અંગને એધાંણજો.પ્રિ.૧

શણગાર સજતાં સાહેલીડીજો, વ્યાકુળ થઇ છે વૃજ નારજો.

મન ચિત્ત પોત્યું પીયુ પાસળેજો, દેહ રહ્યું મંદિર મોઝારજો. પ્રિ. ર

આભુષણ પેર્યા અંગે અવળાજો, જેને જોઇ રીઝે નહિં સંસારજો.

મોહન સંગાત્યે મન માંનીયુંજો, અંતરથી ઉતાર્યું અગારજો.પ્રિ. ૩

સજ થઇ ગઇ વન વિનતાજો, રઇ હરિવરસું હજુરજો.

હરખી નિરખી જોયા નાથનેજો, દરશને થયાં દુઃખ દૂરજો.પ્રિ. ૪

હેતે પ્રિતે પીયુને પાયે પડીજો, વિનતી કરે છે વૃજનારજો.

વાલાજી સુણાવી તમે વાંસળીજો, તેણે અમે તજ્યું ઘર દ્વારજો.પ્રિ. પ

આશાયે વલુંધ્યા અમે આવીયાજો, અલબેલા પુરો અમારી આશજો

નિષ્કુળાનંદના સ્વામી શું કહું જો રસિયા રમાડો હવે રાસજો.પ્રિ. ૬

મૂળ પદ

વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી