શિદને આવીયાં વન વિનતાજો, ઘેલી થઇ ગોપી તજી ઘરજો.૩/૮

શિદને આવીયાં વન વિનતાજો, ઘેલી થઇ ગોપી તજી ઘરજો.

વારું વન જોઇને પાછા વળોજો, વાટ ઘેરે જોતા હશે વરજો.શિ. ૧

સાંભરતાં હસે સુખ સુંદરીજો, ભોગાવ્યા છે ભાવે ભરથારજો.

અમારે તમારે પ્રીત એટલીજો, જાઓ સુખે ભોગવો સંસારજો.શિ. ર

જોબનની માતિ તમે જુવતીજો, મદે ભરી નારી મછરાલજો.

અમે નહિ જોડ તમ જેવડીજો, અમે છૈયે નાનાં નંદ બાળજો.શિ. ૩

મુરખાયે મંદિર ન મુકીયેજો, મુકીયે તો કરીયે વિચારજો.

જાતાંને આવતાં જાંણે જુવતીજો, તેણે લજા ન રહે લગારજો. શિ. ૪

વિચાર વિનાના તમે વિનતાજો, દેવા આવ્યા ગોપી અમને દોષજો.

સાચું કેતાં મુખડે સાઇ ઢળીજો, રુદિયામાં રમી રયો રોષજો. શિ. પ

સારું થયું સુંદરી પાછાં વળોજો, કો'તો તમ આગે જોડું હાથજો.

વચન સુણીને બોલ્યા વિનતાજો, ન ઘટે નિષ્કુળાનંદના નાથજો.શિ. ૬

મૂળ પદ

વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી