વાલમજી સુણો મારી વાતડીજો, તેનું નથી તમારે કાંયેજો.૪/૮

વાલમજી સુણો મારી વાતડીજો, તેનું નથી તમારે કાંયેજો.

પાછાને ભરતાં પીયુ પગલાંજો, તેથી મર પાપી પ્રાણ જાયેજો.વા.

અનેક શિર મેં ખોયાં એલમાંજો, પ્રસિદ્ધ તે કહે છે પુરાણજો.

આ તો તનમન આપ્યું તમનેજો, કર્યું કાનવર કુરબાનજો.વા. ર

મર્મના વચન મ મારજોજો, શામળીયાજી કરી તમે શાનજો.

ઘાટ નોતો ઘર તજવા તણોજો, તેડી તમે મોરલીને તાનજો.વા. ૩

અણ તેડયા અમે નથી આવીયાજો, મોહન જાણતું હસે મનજો.

મંતર ભણીને વાઇ મોરલીજો, વ્યાકુળ થઇને આવી વનજો .વા. ૪

અજાણ્યા થઇ પૂછો છો અમનેજો, જાણું નથી જાણતા લગારજો.

નટખટ જાણ્યા મારા નાથજીજો, તેડી વન કર્યો તિરસ્કારજો. વા. પ

વાતમાં વરતું અમે વિનતાજો, અંગમાં અનંગે કર્યો વાસજો.

નિષ્કુળાનંદનાં સ્વામી શામળાજો, રાજી થઇને રમાડોને રાસજો.વા. ૬

મૂળ પદ

વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી