આવો સખી શોધી કાઢું શામળોજો, વિધ્યે વિધ્યે જોઉ વેલી વનજો, ૭/૮

આવો સખી શોધી કાઢું શામળોજો, વિઘ્યે વિધ્યે જોઉ વેલી વનજો,
સંતાઇ સાંભળતો હશે શામળોજો, યુકિત ઘણી જાણે છે જીવનજો.  આ.૧
એને નવ્ય દેખું બાઇ આપણે જો, આપણને દેખે છે કાંઇ એહજો,
દયા બાઇ નાવે એના દલમાંજો, છબીલોજી દઇ ગયો છેહજો.  આ.ર
નિરદયા કુંવરછે નંદનોજો, રાન્યમાં કાંઇ રોળી માર્યા રાંકજો,
વનમાં વિછોઇ ગયો વાલમોજો, આપણે વિનતા શિયો વાંકજો.  આ.૩
કોમળ ચરણે કઠણ કાંકરાજો, પિડતા કાંઇ હસે એને પાવજો,
અણવાણા ઉજાણા છે એકલાજો, રખે મન્ય બીયે બાઇ માવજો.  આ. ૪
કઠણ હૈયાના બાઇ કાનજીજો, માવજીને નાવી મન્ય મેર્યજો,
અબળાને મેલે કોણ એકલુંજો, કોને બાઇ કરું કઇ પેર્યજો.   આ. પ
સુંદર વદન છે સોહામણુંજો, વાલાજી દેખાડો એકવારજો,
નિષ્કુળાનંદના સ્વામી સાંભળોજો, અલબેલા અમારા આધારજો.  આ. ૬

 

મૂળ પદ

વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી