જુવતી મળીને કરી જુગતિજો, વિધ્યે વિધ્યે લીધો વળી વેશજો, ૮/૮

જુવતી મળીને કરી જુગતિજો, વિઘ્યે વિઘ્યે લીધો વળી વેશજો,
કૃષ્ણ મારું નામ કહે કામનીજો, આપીશ હું સહુને ઉપદેશજો.  જુ.૧
એક કે જશોદા મુને જાણજોજો, એક કે નંદજી મારું નામજો,
એક કે પુતના હું પ્રેમે ભરીજો, સખી લાવો ધવરાવું શામજો.  જુ. ર
એક કે ભોયંગ હું વિખે ભર્યોજો, એક કે અઘાસુર મારું નામજો,
કોઇક કે ગોપી હું ગોવાળ છઉંજો, એક કે મારું નામ રામજો.  જુ. ૩
કૃષ્ણ કે મેં મારી માસી પુતનાજો, કાલીનાગ નાથી કાઢ્યો બારજો,
ગોવર્ધન તોળ્યો જુવો જુવતીજો, કોને કાંયે લાગી મુને વારજો.  જુ. ૪
વિધે વિધે કરે વેશ વારતાજો, ભાંગે નહીં દલડાની દાઝજો,
પ્રગટ મળે તો હરે પ્યાસનેજો, કાલેવાલે સરે નહીં કાજજો.  જુ. પ
ક્રિપા કરી પ્રભુજી પધારીયાજો, સુંદરીને દેવા અતિ સુખજો,
નિષ્કુળાનંદનો સ્વામી નિરખતાંજો, દુર્ય થયાં દલડાંના દુઃખજો.  જુ. ૬ 

મૂળ પદ

વનમાં વાગે છે રૂડી વાંસળી જોં વગાડે છે શામળીયો સુજાણ જો,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી