સુણ સાહેલી સહજાનંદ સંગાથે મારે પ્રીતડી. ઢાળ.
મારું મન હરીયું સુંદરવર શામળીયા સામું જોઇ,
વ્રેહ બાણે વેધી પ્રાણ અમારાં પ્રીતમ લીધાં પરોઇ. ટેક.
મારા મન ચિતમાં નોતું કાંયે, મુને જાતી જાણી મારગ માંયેરે,
આવી ઓંચીતાની મારી ઝાલી બાંયે. મા. ૧
જોયું તન મન મારું તપાસી, કરી હરિવરે મુજ સાથ હાંસી,
તે દનની હું છઉ તમારી દાસી. મા. ર
હવે અળગા ન રયે અલબેલા, કરી ગિરધર વર અમને ઘેલા,
લાગે અડવું અમને એકીલા. મા. ૩
વાલા વિયોગે વિતે રજની રોઇ, મનમોહન તમ પર રયું મોઇ,
હું તો જીવું છું જીવન જોઇ.મા. ૪
તારું મુખ જોઇને માયા લાગીરે, સેજે સુતી થકી ઝબકી જાગીરે,
થઇ વ્યાકુળ તન શુદ્ધ બુદ્ધ તાગીરે. મા. પ
મારું બોલ્યું કોયેને નવ્ય ગમે, મન ચિત્ત મારું ચોર્યું તમે,
તારું રૂપ મારા હૃદયમાં રમે. મા. ૬
મુને વસ્ય કરી લીધી તમે કાના, તમે નંદકુંવર નટવર નાના,
હવે શિદ રયે છપતાં છાના. મા. ૭
હવે નેક નાંખીશ છેડો માથે, થઇ પ્રીત સુંદરવર તમ સાથે,
નાથ નિષ્કુળાનંદના ગ્રહી હાથે. મા. ૮
વ્