પુન્ય પૂરવ તણે, લાડીલોજી અમને લાડ લડાવે, ૪/૮

પુન્ય પૂરવ તણે, લાડીલોજી અમને લાડ લડાવે,

મોટે ભાગ્યે મળ્યા, કળ્યા ન જાયે અકળ જે કાવે,

જેને બ્રહ્મા સરીખા ભાવ કરી ભજે, શિવ સરીખાના રુદિયામાં રજે,

તેતો આજ આવ્યા હરિ મારે મજે. પુન્ય. ૧

જેનું સનકાદિક શુક ધ્યાન ધરે, જેના ગુણ નારદ નિત્ય ગાન કરે,

તે નર તન ધરી આજ નાથ ફરે. પુન્ય. ર

જેની ઇંદ્ર ઉતારે નિત્ય આરતિ, રટે શેષ સદાયે પાતાલપતિ,

તેતો પ્રભુ પધાર્યા અમારી વતિ. પુન્ય. ૩

જેના ચરણ સેવે કમલા સરખી, જેનું વાયુ કરે વિંઝણ હરખી,

તે મેં નાથ જોયા નયણે નિરખી. પુન્ય. ૪

તવે ગુણ અમર તેત્રીસ ક્રોડી, રહે આગ્યે અર્ક ઇંદુ કર જોડી,

કર્યા દર્શન તેનાં મેં ધ્રોડી ધ્રોડી. પુન્ય. પ

એ તો વાત કયામાં નથી આવતી, મળ્યા આજ અખીલ બ્રહ્માંડપતિ.

આવ્યા અલબેલોજી અમારી વતિ.પુન્ય. ૬

એના કેમ કેવાયે જો ગુણ કથી, જીભ્યા મારે લાખ બે લાખ નથી.

માટે માન તજી રહી હું મનથી. પુન્ય. ૭

કરી સાયે બાંયે ગ્રહી મારી, કહું હરિવર હું દાસી તારી.

નાથ નિષ્કુળાનંદના ઉપર વારી.પુન્ય. ૮

મૂળ પદ

મારું મન હરીયું સુંદરવર શામળીયા સામું જોઇ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી