તારી મોરલીયે, મોહનજી મારૂરે મનહરી લીધું.૫/૮

તારી મોરલીયે, મોહનજી મારૂરે મનહરી લીધું.

માંયે મંત્ર ભણી, કામણીયું મુને તે કાંયેક કીધું.

મને ઘરનાં કામ કાંયે નથી ગમતાં, મને ભાવે નહીં ભોજન જમતાં.

મુને અવર લાગે બીજાં અણગમતાં. તારી. ૧

તુજ વિના રસિયા નથી રે'વાતું, લોક લાજે પ્રગટ નથી કે'વાતું.

વ્રેહ દુઃખ વાલમ નથી સે'વાતું. તા. ર

તુજે વિના વિતે જૂગ જેવી ઘડી, પાપી પંડ મારું નવ્ય જાયે પડી.

તારી મૂરતી આવે મારે ચિત્ત ચડી. તા. ૩

એવાં કામણ કયાંથી લાવ્યા શીખી,

નાખી સંસારમાંથી મને ઉવેખી.હું તો જીવું હવે તમને દેખી.તા. ૪

માર્યું વ્રેહ બ્રાણ નખશિખ સાલે, મારી અંતર પિડાને કોણ પાલે.

તમ પ્રત્યે મારું કાંયે નવ ચાલે.તા. પ

તારી વાંસળીયે તો આંક વળ્યો, સુણી સંસારનો મુને શંક ટળ્યો.

મારો પ્રાણ પીયુ તમ સાથે મળ્યો.તો. ૬

તારી મોરલી મનોહર મરમાળી, એવી કોણ વજોડે બીજું તમ ટાળી.

મારું વાલમ મન લીધું વાળી.તા. ૭

મુને રસિયા રઢ લાગી તારી, તમ સાથે પ્રીત બાંધી મારી.

નિષ્કુળાનંદના નાથ તમ પર વારી.તા. ૮

મૂળ પદ

મારું મન હરીયું સુંદરવર શામળીયા સામું જોઇ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી