સમે સાન કરી, વાંસલડી વાઇને વાલમ વિહારી, ૬/૮

a

સમે સાન કરી, વાંસલડી વાઇને વાલમ વિહારી,
અતિ ઘોર ઉંઘથી.ઝંઝેડી જગાડી મુજને મોરારી,
હતી ઘોર નિંદ્રાને ઘેને ભરી, હું તો સુતી હતી જો સમાજ કરી,
તમે હેત કરીને જગાડી હરિ.સ. ૧
તમે શામળીયા છો સુખકારી, મુને વાલમ તમે નવ્ય વિસારી.
તમે સાર્ય કરી જો સ્વામી મારી. સ. ર
તમે વિસારી નહિ મુંને વાલા, હવે શિદ ઠોવાઇ રયે ઠાલા.
કરી નિઃશંક તમે મુંને નંદલાલા.સ. ૩
આંણે સમે જો હું સુતી રેતી, તારે શામ તણું સુખ નવ્ય લેતી.
પછે દોષ કહો કૈને દેતી.સ. ૪
ભલું થયું જે ભૂધર ભેટ્યા, વણ મલે વિપત્યના દન વેટ્યા.
મળી મોહન અમારાં દુઃખ મેટ્યા.સ. પ
કરી નિઃશંક શંક સર્વે ટાળી, તમે બૃદ પોતાનું પોતે પાળી.
આજ રસિયા રસની રેલ્ય વાળી.સ. ૬
મુને મન માન્યા મોહન મળીયા,
મારા ખોયેલા દિવસના ખગ વળીયા.
કરી હેત હરિ પ્રિતે પળીયા.સ. ૭
ધન્ય એમ ઘટેવાલા તમને, કરી ભાવ ભલો આવ્યો ભુવને.
નિષ્કુળાનંદન કે સુખ આપ્યું અમને.સ. ૮

મૂળ પદ

મારું મન હરીયું સુંદરવર શામળીયા સામું જોઇ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી