મલ્યા તમે મિત્ર મોરાર, શું કરીયે જઇને હવે સાસરે.૭/૮

મલ્યા તમે મિત્ર મોરાર, શું કરીયે જઇને હવે સાસરે.
સોંપી તમ ચરણે, આ શિશ રસિલાજી રેસું તમારે આસરે. ટેક.
વર વ્રજરાજય તમને વરશું, જેમ કેશો તેમ અમે કરશું.
સર્વે વચન તમારાં શિર ધરશું.મ. ૧
આ તન મન ધન આપું તમને, જેમ ઘટે તેમ રાખજો અમને.
છો અકળ અપાર નાથ નિગમને.મ. ર
મારી પ્રીતમ તમસું પ્રીત જડી, હવે નાથ નહીં મેલું એક ઘડી.
મારા અંતરમાં એવી આંટી પડી.મ. ૩
સર્વે સુખ સંસારના જાઓ બળી, જેમ ઉલટા અન્નની આશ ટળી.
મારૂં મન રહ્યું તમ સાથે મળી.મ. ૪
સુખ સંસારનાં નહીં સાચાં સરે, થાયે જાયે સદાયે ઉપજે ને મરે.
તેની પશુ જીવ પરતિત કરે.મ. પ
હવે ખોટ ન ખાઉં ખોટા સંગે, મારૂં મન માન્યું રાજ્યને સંગે.
બીજાં અણગમતાં લાગે અંગે.મ. ૬
છો આરે મારા તમે એક હરિ, મારા મન માન્યે હું તો તમને વરી.
તે તો દ્રઢ અડગ અંતરે કરી.મ. ૭
તમે હરિ ગ્રહી મુજને જો હાથે, બેઠું મેણું તમારૂં જો મુજને માથે.
નિષ્કુળાનંદના સ્વામી હવે રહો સાથે. મ. ૮

મૂળ પદ

મારું મન હરીયું સુંદરવર શામળીયા સામું જોઇ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી