સ્વામી સુખના સદન, મદ ભર્યા મુરખ ન જાણે માનવી.૮/૮

સ્વામી સુખના સદન, મદ ભર્યા મુરખ ન જાણે માનવી.
કુબુધિ કરાવે કૂપ, ત્રટ પરગટ જલ મુકી જો જાનવી.
કોયે ભૂલ્યા જન વદ્યાં વેદે, કોયે ભૂલ્યા જાત્ય ભાત્ય ભેદે.
એમ ખોયો જનમ ખેદાવેદે. સ્વામિ. ૧
કોયે ભૂલ્યા કુળની મરજાદે, અને કોયે ભૂલ્યા રસ સુ વાદે.
વળી કોયે ભૂલ્યા વૈખરી વાદે.સ્વામિ. ર
કોયે ભૂલ્યા રિદ્ધિ સિદ્ધિ સારૂ, અને કોયે જાયે જાણે અંધારૂં.
એમ પોતે પોતાનું મમત ધારૂં.સ્વામિ. ૩
કોયે કહે છે કામણગારા, અને કોયેક કહેછે ધૂતારા.
વળી કોયેક કહે એ છે સારા.સ્વામિ. ૪
કોયે કહે છે કપટી કામી, વળી કોયેક કહે છે અંતરજામી.
એમ સહુ રયું છે આશ્ચર્ય પામી.સ્વામિ. પ
કોયે કહે એહ બહુ છે બળીયા, અને કોયેક કહે એ છે છળીયા.
પણ અકળ એને કેણે નવ કળીયા.સ્વામિ. ૬
આપે આપમાંયે અનમાન કરી, પણ ખબર કોયે નવ પામ્યા ખરી.
એક બુદ્ધિ વડે કેમ જાણે હરિ.સ્વામિ. ૭
મેં તો ડહાપણ ભોળા પણ દૂર કીધું,
મારૂં તન મન ધન જો તેને દીધું.
નિષ્કુળાનંદના નાથ સાથે સુખ લીધું.સ્વામિ. ૮

મૂળ પદ

મારું મન હરીયું સુંદરવર શામળીયા સામું જોઇ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી