તમે આવો વાલાજી કરો વાતડીજીરે, ૧/૪

સખી આજની ઘડી રડીયામણી. એ ઢાળ..
તમે આવો વાલાજી કરો વાતડીજીરે,
મેલી મોહન મનની ઘાતડીજીરે.આ. ૧
આવા અંગે ચોળ્યા રોળ્યા રંગમાં,
કોને કીયાં રમી આવ્યા રાતડીજીરે.આ. ર
ગયા ગિરધર કઇ ગોપીને ઘેરે,
આવો વાત કરો ભાગે ભ્રાતડીજીરે.આ. ૩
શી પેરે સખીયે સુખ આપીયું,
ઠીક કોને ઠરે મારી છાતડીજીરે.આ. ૪
સુખ લેતાં તે સામ શુદ્ધ વિસરી,
રંગે રાત્ય ન જાણી જાતડીજીરે.આ. પ
વાલા નિષ્કુળાનંદના નાથજી,
હવે પુરો અમારી ખાંતડીજીરે.આ. ૬

મૂળ પદ

તમે આવો વાલાજી કરો વાતડીજીરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી