તમે છબીલાજી રમો છો છંદમાં, ૨/૪

તમે છબીલાજી રમો છો છંદમાં, વાલા ઘણી ઘણી ગોપીયુંના વૃંદમાંજીરે.છ. ૧ વેણ વાઇને વશ કરી વિનતા, ફેરિ મન ચિત નાંખી છે ફંદમાંજીરે.છ. ર સુણી રાગ ત્‍યાગ કર્યો ગોપી ઘરનો, તેતો મોહી રઇ નંદ ગોવિંદમાંજીરે.છ. ૩ ફૂલવેલિ ફૂલી ઘણું ગોપીયું, થઇ મધુપ માણો છો મુકરંદમાંજીરે.છ. ૪ નાથ સાથ લઇ ઘણું ઘણું ગોપીયું, તમે અલબેલા છો આનંદમાંજીરે.છ. પ હવે નિષ્‍કુળાનંદના નાથજી, આવો અમને સંતોખો સુખકંદમાંજીરે.છ. ૬

મૂળ પદ

તમે આવો વાલાજી કરો વાતડીજીરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી