સખી જો જો જો જુગત્યે કરી, ૩/૪

સખી જો જો જો જુગત્યે કરી,
આવી તક નવ્ય આવે ફરી ફરીજીરે.જોજો. ૧
સખી જોતાં જોતાં તે જડી ગયું,
મળી ઘેલાને ઘેલી ગુજરીજીરે. જો. ર
સખી જેવી હોંસિલી છે ગોપીયું,
વળી તેવા હોંસિલો મળ્યા હરિજીરે.જો. ૩
સખી કાલુ કાલુ બોલીને કલાવિયા,
તેણે વિસારી મેલી વ્રજ સુંદરીજીરે.જો. ૪
કરે ગુહ્ય વાત ગુજરીને આગળે,
ભલી ભેટી છે ભાંમની ભાવે ભરીજીરે.જો. પ
સખી નિષ્કુળાનંદનો નાથજી,
મેલે માનુની તો આવે દયા કરીજીરે.જો. ૬

મૂળ પદ

તમે આવો વાલાજી કરો વાતડીજીરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી