વાલો આવ્યે આનંદ વધામણા, ૧/૧

વાલો આવ્યે આનંદ વધામણા,

આવે ભૂધરવર લેઉ ભામણાજીરે.વા. ૧
સખી વાટ વળાવી વેરૂં ફૂલડાં,
આજ પીયુજી પધારેછે પાવણાંજીરે.વા. ર
લિયો લિયો સામૈયા સુંદરી,
આજ અલબેલો આવેછે આમણાંજીરે.વા. ૩
સખી ઘર ઓસરી ને આંગણું,
શામ સુંદર પધાર્યે સોયામણુંજીરે.વા. ૪
સખી ભોજન નિપાવું હું તો ભાવતાં,
જમો જમાડું કાન કોડામણાંજીરે.વા. પ
સખી નિષ્કુળાનંદનો નાથજી,
આવ્યા આનંદ સુખ ઉપજાવણાંજીરે.વા. ૬

મૂળ પદ

તમે આવો વાલાજી કરો વાતડીજીરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી