આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે૧/૮

છબીલાજી છબી તારી જોઇરે એ ઢાળ.
આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે.      
પ્રીત મારી તમ સાથે બાંધીરેકે, વાલા જોઇ વાલપ્ય વાધીરે.    ર
મારું મન તમ સાથે મોયુંરેકે, જ્યારે સુખ જીવનજી જોયુંરે.        ૩
ચિત મારું તમ ચરણે ચોંટ્યુંરેકે, મળ્યું તમ મળતે સુખ મોટુંરે.  ૪
તાળી મારી તમ સાથે લાગીરેકે, દાઝ તેણે દલડાની ભાગીરે.   પ
મળ્યા મુને નટવર નંદલાલરેકે, નિષ્કુળાનંદ તણા વાલારે.      ૬

 

મૂળ પદ

આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી