રંગીલા રંગડાના રાતારેકે, આવો હરિ વાંસળી વાતારે૨/૮

રંગીલા રંગડાના રાતારેકે, આવો હરિ વાંસળી વાતારે. ૧

વાલી વાલી વાતડલી કેવારેકે, દયા કરી દરશનીયાં દેવારે. ર

આપો હરિ આનંદ આવીરેકે, ભેટું હું તો ભાવ ભલો લાવીરે. ૩

પુરું મારા હૈડાની હામ્યુંરેકે, તાપ મારા તનડાના વામુંરે. ૪

નિરખું હું નાથ ભરી નેણેરેકે, આવે મુને આનંદ તેણેરે. પ

નિષ્કુળાનંદ તણાં નાથરેકે, આવો સુખ લઇયે તમ સાથરે. ૬

મૂળ પદ

આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી