પાકી કેરીયું મંગાવો સુરત શહેરથી રે એને હોંશેથી ઘોળાવો શ્રીજી કારણે રે ૧/૧

પાકી કેરીયું મંગાવો સુરત શહેરથી રે,
એને હોંશેથી ઘોળાવો શ્રીજી કારણે રે...૧
એના મીઠા રસ કઢાવો શ્રીજી કારણે રે,
એમાં ઘી સાકર નખાવો શ્રીજી કારણે રે...૨
ઉપર એલચી ભભરાવો શ્રીજી કારણે રે,
ઇ રસ શ્રીજીને જમાડો અતિ ભાવથી રે...૩
વધી પ્રસાદી જમાડો સહુ ભાવથી રે,
પાકી કેરીયું મંગાવો સુરત શહેરથી રે...૪

મૂળ પદ

પાકી કેરીયું મંગાવો સુરત શહેરથી રે

મળતા રાગ

ગઢમાં ગધેડી વિયાણી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી