આવો હરિ રંગ ભર રમશુંરેકે, તમને જમાડી જમશુંરે૩/૮

આવો હરિ રંગ ભર રમશુંરેકે, તમને જમાડી જમશુંરે. 
હિંડોળે બેસારી હેતેરેકે, પાવલીયાં ચાંપસું પ્રિતેરે. 
હાથ જોડી હજુર રેશુંરેકે, ચર્ણ ઘોઇ ચરણામૃત લેશુંરે. 
પાવલીયા પુજશું પ્રિતેરેકે, ચિન્હ વળી ચિતવશું ચિતેરે. 
સુખ અમે મુખ જોઇ લેશુંરેકે, પછે કાંયેક કેવાનું કેશુંરે. 
કેશું સદા રેજો અમ સાથરેકે, નિષ્કુળાનંદ તણા નાથરે. 

મૂળ પદ

આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી