હરિ મુને હોસ્ય ઘણી હૈયેરેકે, આવો ઓરા આલિંગન લૈયેરે૪/૮

હરિ મુને હોસ્ય ઘણી હૈયેરેકે, આવો ઓરા આલિંગન લૈયેરે. ૧

તમને મળીને તન ઠારુંરેકે, કારજ્ય આજ મારું સારુંરે. ર

અંગોઅંગ ભેટતાં ભાવેરેકે, આનંદ મારા અંતરમાં આવેરે. ૩

કરું મારું મનમાન્યું મળતાંરેકે, વળે મુને ટાઢક વળતાંરે. ૪

લઉ હું તો લાભ અલભ આજરેકે, તમ સંગે રંગભરી રાજરે. પ

થાઉ સુખી સુખ પૂરણ પામીરેકે, નિષ્કુળાનંદ તણા સ્વામિરે. ૬

મૂળ પદ

આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી