વાલમ મુને લાગો છો વાલારેકે, નટવર નંદ તણા લાલારે૭/૮

વાલમ મુને લાગો છો વાલારેકે, નટવર નંદ તણા લાલારે. ૧

મોઇ હું તો મુખડાને વેણેરેકે, કરી વસ્ય કમળ દલ નેણેરે. ર

લોભાણી હું લટકાળા લટકેરેકે, ચોર્યું ચિત્ત ચાલ્ય તણે ચટકેરે. ૩

કંકોળેલ કેસરનાં ભીનારેકે, નટવર નૌતમ નવિનારે. ૪

લેરખડા લાલચ તારી લાગીરેકે, નિરખવા સુંદર સુવાગીરે. પ

પુરો મારા હૈડાની હામરેકે, નિષ્કુળાનંદ તણા શામરે. ૬

મૂળ પદ

આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી