રૂપાળા રૂપ જોવા તારુંરેકે, મન ઘણું ઇછેછે મારુંરે૮/૮

રૂપાળા રૂપ જોવા તારુંરેકે, મન ઘણું ઇછેછે મારુંરે. ૧

નેણ મારાં ઠરે તમને નિરખીરેકે, જ્યારે જોઉ હરિ તમને હરખીરે. ર

ભાગે મારી ભુખડલી ભેટેરેકે, દુઃખડાં મળતામાં મેટેરે. ૩

અંતર સુખ અતિ ઉપજે અમનેરેકે, જ્યારે જોયે જીવનજી તમનેરે. ૪

રસિલા રસ પાઓ પીજેરેકે, વાલા લાવો લેવરાવો લીજેરે. પ

નિષ્કુળાનંદ તણા સ્વામિરેકે, આશા મારી પુરો અંતરજામીરે. ૬

મૂળ પદ

આવો હરિ આનંદી ઓરારેકે, સુંદરવર સનેહી મોરારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી