લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્યા.૧/૮

નિત ભજીયેરે નિત ભજીયે એ ઢાળ.

લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્યા.
અલબેલા અમ કારણ્યે.લ. ટેક.
મરમાળારે મરમાળા, મુને મુખ દેખાવ્ય.
જોયે જીવ રહે ધારણ્યે.લ. ૧
સુંદરવરરે સુંદરવર, શોભા સારેરી લાવ્ય.
આવી બેસો મારે બારણે.લ. ર
તમ ઉપર્યરે તમ ઉપર્યે, ભલો લાવીને ભાવ.
આ તન કરું ઉતારણ્યે.લ. ૩
મન માન્યારે મન માન્યા, મીઠા બોલા હો માવ.
નિષ્કુળાનંદ જાયે વારણે.લ. ૪

મૂળ પદ

લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્‍યા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી