મરમાળારે મરમાળા, તારી મરમાળી વાત.૨/૮

મરમાળારે મરમાળા, તારી મરમાળી વાત.

સમજાવી કો મુને સાનમાં.મ. ટેક.

મીઠા બોલારે મીઠા બોલા, મેલી મનની ઘાત.દુઃખ હરો દરશન દાનમાં.મ. ૧

જોઇ મોઇરે જોઇ મોઇ, ગુણવંત તારું ગાત.લોભી હું ભીના વાનમાં.મ. ર

તમે વાઇરે તમે વાઇ, મોરલી મધરાત, ઘેલી થઇ હું ગાનમાં. મ.૩

નાથ આવોરે નાથ આવો, નિષ્કુળાનંદના એકાંત.કેવુંછે મારે કાનમાં.મ. ૪

મૂળ પદ

લટકાળારે લટકાળા, લાલ લટંકતો આવ્‍યા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી